હિરો, માણેક, પન્ના જેવા રત્નો વિષેની જાણકારી

માણેક અને નિલમ જેવા રત્નોનાં આકર્ષણ નું કારણ

જમીનમાંથી ખનિજ સહિત ઘણા બધા કિંમતી રત્નો પણ મળી આવે છે. જેમકે હીરા જેવા પદાર્થો તથા કેટલાક આકર્ષક ચળકતા પદાર્થો જેને રત્નો તરીકે ઓળખવામાં આવે છે. 

હીરો સૌથી તેજસ્વી અને કિંમતી છે. જમીનમાંથી મળી આવતાં રત્નોમાં માણેક તેજસ્વી લાલ રંગનો હોય છે. નીલમ તેજસ્વી નીલા રંગનો હોય છે. અને પન્ના લીલા રંગનો હોય છે.
 માણેક હીરોપન્ના
 
આ રત્નો ક્યારેય પણ ઝાંખા પડતા નથી. આ બધા જ રત્નો તથા હીરો પૃથ્વીના પેટાળમા જ નિર્માણ પામે છે. હીરો એ કાર્બનનું શુદ્ધ સ્વરુપ છે. તેને કોઇ રંગ હોતો નથી. માણેક અને નિલમ કોરન્ડમ ના બનેલા હોય છે.પન્નાનું મુળ દ્રવ્ય બેરિલ છે. 

આ રત્નોમાં ક્રોમિયમ ભળેલું હોવાથી તેઓ તેજસ્વી દેખાય છે. ઉપરાંત તેમાં આયર્ન , ટાઇટેનિયમ , કોપર , મેગ્નેશિયમ તથા અન્ય તત્વોની અશુદ્ધીઓ આવેલી હોય છે. હીરા પણ ક્યારેક અશુદ્ધીના કારણે પીળાશ પડતા જોવા મળે છે.

રત્નો સ્ફટીક સ્વરુપના ખનીજ છે. સ્ફટિક સ્વરુપ મા પદાર્થના અણુઓ નિયમિત ભૌતિક આકારમાં ગોફવાયેલા હોય છે. એટલેજ તેના ટુકડા ષટ્કોણ, ત્રિકોણ જેવા નિયમિત આકારના જોવા મળે છે. હીરામાં કાર્બનના એક અણુ નીચે ચાર અણુઓ ગોઠવાઇને પિરામિડ આકાર બનાવે છે. 

આ બધા પિરામીડ જોડાઇને હીરો બને છે. રત્નોની સ્ફટિકમય ગોઠવણીથી સૂર્યપ્રકાશ અન્ય રંગો સંપૂર્ણપણે શોષાઇ જાય છે. અને તેનો મૂળ રંગ વધુ તેજસ્વી દેખાય છે.

આવા રત્નોનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં થાય છે. જેમાં હીરો એ કિંમતી ઝવેરાત બનાવવામાં તથા કિંમતી સુશોભનની વસ્તુઓ બનાવવા માટે થાય છે. 

આ ઉપરાંત પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા કેટલાક રત્નોની ઉપયોગ ખાસ પ્રકારના પ્રિઝમ બનાવવામાં વપરાય છે.

તથા કેટલાક રત્નો નો ઉપયોગ પોલેરાઇઝર તરીકે થાય છે. જેમકે નિકોલ પ્રિઝમ જે અધ્રુવિભુત પ્રકાશને ધ્રુવિભુત પ્રકાશમાં રુપાંતર કરે છે. કેટલાક રત્નોનો ઉપયોગ જ્યોતિષ શાસ્ત્રમાં થાય છે. 

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોને અનુરુપ રત્નો હોય છે. આવા રત્નોને વીંટી સ્વરુપે અથવા નેકલેશ સ્વરુપે પહેરવામાં આવે છે.

વિવિધ પ્રકરાના રત્નોના ઉપયોગો

રકત માણેક (spinal rubby) : આ રત્ન હૃદયની વ્યાધિઓમાં અને રક્તવિકા રીમાં શ્રેષ્ઠ લાભદાયી છે. જે મોટા ભાગે માણેકની ખાણોમાંથી મળે છે. 

ચૂની રત્ન : આ રત્ન માણેકની ખાણમાંથી નીકળે છે. માનસિક દર્દોમાં તેનો ઉપયોગ થાય છે અને પીળાશ પડતું રાતુ એવું આ નંગ માણેકનો એક પ્રકાર છે. 

માસાનો પથ્થર : આ પથ્થર સા ધા રણ લીલા રંગની, યશ, માન-કીર્તિની વૃદ્ધિ અર્થે અને બૌદ્ધિક હેતુઓ અર્થે બુધના ઉપરત્ન તરીકે પહેરવામાં આવે છે. 

વૃકદમણિ : આ રત્નને ફિરોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો રંગ ઘેરો લીલો છે. ભયમુક્તિ માટે અને વીજળીથી બચાવ અર્થે આ નંગ પહેરવામાં આવે છે. 

અકીક : અકીકના અનેક રંગ-બેરંગી રત્નો અતિશય સસ્તાં ઉપલબ્ધ છે. અકીકને ગેટ પણ કહે છે. લાલ અફીક શત્રુભય - નિવારક ગણાય છે. અકીકના કેટલાંક પ્રકારોમાં યમની, સુલેમાની, જલેમાની, અલેમાની અને પારદર્શક ગૌરી અને સ્ફટિક અકીક છે. 

માસ ટોન : સફેદ રંગનો પોલીશ્ડ અકીક જેવો પથ્થર આ નામથી ઓળખાય છે. આ રત્ન શોખ ખાતર પહેરવામાં આવે છે. આ ચંદ્રનું ઉપરત્ન છે. 

સ્ફટિક : સ્ફટિક એ પારદર્શક બિલોરી પથ્થર છે. આ શુક્રનું ઉપરત્ન છે. 

ક્વાર્ઝ કે સફેદ સ્ફટિક : આ પથ્થરનો પાવડર ચામડીને શીતળતા પ્રદાન કરતો હોઈ ટેલકમ પાવડરમાં તેના બારીક ચૂર્ણનો ઉપયોગ થાય છે. તેને ચંદ્રના ઉપરત્ન તરીકે પહેરી શકાય. 

સુનૈલો પોખરાજ : આ સોનેરી રંગની પારદર્શક બિલોરી પર છે. તેનો રત્નો આભૂષણો તરીકે અને ગુરૂના ઉપરત્ન તરીકે ઉપયોગમાં લેવાય છે.

જાંબલી એમેથિસ્ટ : આ રત્ન પ્રતિમા વર્ધક તરીકે સોના ના ઘરેણામાં પહેરવામાં આવે છે.

જેડ : આ રત્નને તસલીસ પણ કહે છે. જે મોતી જેવો, લીલી દ્રાક્ષ જેવો અને કપૂરના રંગનો મુખ્યત્વે હોય છે. તેમાંય જો તે એકદમ લીલા રંગનો પારદર્શક હોય તો તે બહુ કીમતી ગણાય છે. આ પથ્થરોનો ઉપયોગ મુખ્યત્વે ભૂત – પ્રેતની ઝપટમાંથી મક્ત રહેવા માટે પહેરવામાં થાય છે.  

સંકલિત
વધુ નવું વધુ જૂનું