પ્રાચીનકાળમાં ગ્રીસમાં થઇ ગયેલા ઇરાસ્ટોથેન્સ નામના ગણિતશાસ્ત્રીએ પૃથ્વીના પરિઘનું સાચું માપ શોધેલું. તેણે એલેક્ઝાન્ડ્રીયાના પડછાયાના આધારે આ માપ શોધેલું. આ તેણે વર્ષનો લાંબો દિવસ પસંદ કર્યો . આ દિવસે બપોરે સૂર્ય એકદમ માથા ઉપર હોય . સૂર્ય માથા ઉપર છે તે કેવી રીતે જાણી શકાય ?
ઊંડો કુવો હોય તેમાં સૂર્યનું પ્રતિબિંબ વચ્ચોવચ પડે એટલે સૂર્ય બરાબર માથા ઉપર છે તેમ મનાય . તેણે એલેક્ઝાન્ડ્રીયા ના ટાવરનો બપોર પડછાયો લીધો.
આ વખતે ગ્રીસના સીન ખાતે સૂર્ય માથા પર હતો પરંતુ એલેક્ઝાન્ડ્રીયામાં માથા પર આવ્યો નહોતો . ટાવરનો પડછાયો ટાવર સાથે 7.2 અંશે ખૂણો બનાવતો હતો.
આ ખૂણો 360 અંશનો 50મો ભાગ ગણાય. તેણે સીન અને એલેક્ઝાન્ડ્રીયા વચ્ચેના અંતરને 50 વડે ગુણીને પૃથ્વીનો પરિઘ 40000 કિલોમીટર છે તેમ જાહેર કર્યું . આજે પણ આ માપ સાચા માપની વધું નજીક છે.