તારાનું સ્થાન બતાવતું જયપુરનું રામયંત્ર


જંતરમંતર એ વિવિધ પ્રકારના બાંધકામ ધરાવતી વેધશાળા છે. જેમાં સમ્રાટ યંત્ર , સૂર્ય ઘડિયાળ , રામયંત્ર વગેરે આકાશ દર્શન કરવા માટેના મોટા સાધનો છે. ખાસ ગણતરી કરીને બનાવેલા બાંધકામોમાં દીવાલો , સ્થંભો અને તેની રચના એવી છે કે આકાશી અવલોકન કરી શકાય.

જંતરમંતરનું રામયંત્ર આકાશમાં રહેલા કોઈ તારા કે ગ્રહનું સ્થાન બતાવે છે. રામયંત્રમાં બે વર્તુળાકાર દીવાલોની બે ઈમારતો છે. દીવાલોમાં થોડા થોડા અંતરે બાકોરા છે. આ બાકોરામાંથી તારા કે ગ્રહનું દર્શન થાય છે.

ઈમારતની વચ્ચે એક થાંભલો છે. તેની ટોચે દોરી બાંધેલી છે. આ દોરીનો બીજો છેડો હાથમાં પકડી આધા પછી દોરીની સીધમાં આવતા ગ્રહ કે તારાને જોવાના હોય છે. 

દોરીની સીધમાં દેખાતો તારો કયા સ્થાને છે તે જાણવું હોય તો દોરીના બીજા છેડાની સીધી રેખામાં દીવાલ પર જોવાનું જ્યાં તે તારાનું નામ અને સ્થાન લખેલા જોવા મળે. દીવાલ તેમજ ફર્શ ઉપર પણ તારાના સ્થાન લખેલા હોય છે.
 
તારાના દર્શન કરવા માટે સ્થંભ નજીકના પગથિયા પણ ચઢ ઉતર કરવા પડે આ યંત્ર ચંદ્રનું સ્થાન જોય શકાય પણ સૂર્યનું સ્થાન જોય શકાતું નથી. કેમ કે સુર્ય તરફ સીધી દ્રષ્ટી નાખી શકાય નહી.
વધુ નવું વધુ જૂનું