અહી Chanakya Niti Book ની PDF Book gujarati માં આપેલી છે. સંપૂર્ણ ચાણક્ય નીતિ અથવા ચાણક્યની રાજનીતિ એ આચાર્ય ચાણક્ય દ્વારા લખવામાં આવેલ પ્રાચીન ભારતીય પુસ્તક છે, જે સફળતા,નેતૃત્વ અને માનવ સ્વભાવ વિશે માર્ગદર્શન આપે છે.
ચાણક્ય નીતિ પુસ્તક એ પ્રાચીન ભારતીય ગ્રંથ છે જેમાં 2,000 વર્ષ પહેલાં ભારતના પ્રસિદ્ધ વિદ્વાન, રાજકારણી અને વ્યૂહરચનાકાર ચાણક્યના ઉપદેશોનો સમાવેશ થાય છે.
ચાણક્ય એ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખાય છે, ચાણક્યએ મૌર્ય સામ્રાજ્યના સ્થાપક સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના મુખ્ય સલાહકાર તરીકે સેવા આપી હતી.
ચાણક્ય નીતિ બુક - રૂપરેખા
- ચાણક્ય નીતિ પુસ્તકોનો પરિચય.
- ચાણક્યના જીવન અને સિદ્ધિઓની સંક્ષિપ્ત ઝાંખી.
- મુખ્ય વિષયવસ્તુ તેમજ સિદ્ધાંતો.
- પ્રકરણોનો વિગતવાર સારાંશ.
- સારાંશ - શા માટે ચાણક્ય નીતિ પુસ્તકો આજે પણ સુસંગત છે.
ચાણક્યના ચતુર અવલોકનો અને ચતુરાઈભર્યા નિર્ણયને કારણે તેમને વ્યૂહરચનાકાર અને રાજકારણી તરીકેની પ્રતિષ્ઠા મેળવી છે. તેમના ઉપદેશોનું વિવિધ પુસ્તકોમાં સંકલન કરવામાં આવ્યું છે, જેમાં ચાણક્ય નીતિ, અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનો સમાવેશ થાય છે.
આ ગ્રંથોમાં શાસન અને કુટનીતિ થી લઈને, વ્યક્તિગત નીતિશાસ્ત્ર અને સ્વ-સુધારણા સુધીના વિષયો આવરી લેવામાં આવી છે.
- શિક્ષણ અને જ્ઞાનનું મહત્વ
- અસરકારક નેતાઓ અને શાસકોના ગુણો
- કુટનીતિ અને વાટાઘાટોની કળા
- વ્યૂહાત્મક આયોજન અને અગમચેતીની જરૂરિયાત
- વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં નૈતિકતા અને નૈતિકતાની ભૂમિકા
ચાણક્ય નીતિ - અધ્યાય
પ્રથમ અધ્યાય | મંગળાચરણ - શ્રેષ્ઠ મનુષ્ય - લોકહિતાર્થે - દુ:ખી થવાની ચાવી - દુષ્ટા મૃત્યુ સમાન - રક્ષણ: ક્યારે અને કોનું? - ચંચળ લક્ષ્મી - ક્યાં ક્યાં ન રહેવાય? - અયોગ્ય પ્રદેશ - સંબંધોની પરખ - સાચો મિત્ર કોણ? - દુવિધાનેં દોનું ગયે ‘ઘેટી ચરવા જાય ને ઊન મૂકતી આવે’ - વિવાહ: વિવાહ, વેર ને પ્રીત સરખે સરખાની રીત - કોનો વિશ્વાસ ન કરાય? - સાધન નહિ સાધ્ય મહત્ત્વપૂર્ણ - પુરુષ સમોવડી નહીં, મૂઠી ઊંચેરી |
બીજો અધ્યાય | સ્ત્રીઓના સ્વાભાવિક દોષ - સંસારી જીવનનાં સુખ પૂર્વનાં પુણ્યનું ફળ - એને તો આ સંસાર જ સ્વર્ગ - સાચો પુત્ર, પિતા, મિત્ર અને યોગ્ય પત્ની - મુખ મેં રામ બગલ મેં છૂરી - કોઈનો વિશ્વાસ ન કરવો - ઢંઢેરા ન પીટો - સૌથી મોટી કમનસીબી કઈ? - સાધુપુરુષો ચંદન સમાન - પિતૃધર્મ - બાળકોને ભણાવે તે જ સાચાં માબાપ - સાર્થક દિવસ - માણસના ભીતરને સળગાવી મૂકતી બાબતો - વૃક્ષ, સ્ત્રી અને રાજાનો નાશ - જેવો વર્ણ તેવો ધર્મ - કામથી જ મતલબ - સમયસર ત્યાગ - જેવો સંગ તેવો રંગ - સરખે સરખાની રીત |
ત્રીજો અધ્યાય | સદાય સુખી કોણ છે? - જેવા ગુણ તેવું કુળ - વ્યવહારકુશળતા - દુષ્ટ કરતાં સાપ સારો કુળવાનનો સંગ જ કરવો - સજ્જનો અને સાગર - કોણ શ્રેષ્ઠ? - મૂર્ખ કંટક સમાન - વિદ્યારહિત મનુષ્ય એટલે સુગંધ વિનાનું પુષ્પ - સુશીલતા એટલે સુંદરતા - આત્માનું રક્ષણ - પુરુષાર્થ એ જ પારસમણિ - અતિ સર્વત્ર વર્જયેત - સામર્થ્ય સાચું શસ્ત્ર - સપૂત - કપૂત - વિદ્વાન પુત્ર કુળશ્રેષ્ઠ - અમૃત સમાન પુત્ર - પુત્ર નહિ મિત્ર - જાન બચી તો લાખો પાયે - પુરુષાર્થ વિનાનું જીવન એટલે નરક - મહાલક્ષ્મીનો વાસ |
ચોથો અધ્યાય | વિધાતાનું કર્મ - સત્સંગ એટલે સ્વર્ગ - સત્સંગ માતા સમાન - પ્રભુભજન કરી લો - વિદ્યા કામધેનુ સમાન - ચાંદની સમાન પુત્ર - મૂર્ખ પુત્ર શું કામનો? - આ છ નરક સમાન - કુપુત્ર કલંક સમાન - સપૂત, સુશીલ પત્ની અને સત્સંગ એટલે સ્વર્ગ - બ્રહ્મવચન - તપ એકાંતમાં તો યુદ્ધ સૈન્ય સાથે - ઉત્તમ પત્ની - દરિદ્રતા અભિશાપ છે - ભોજન વિષ સમાન - અધર્મ અને ગુરુઘંટાલ - વહેલી વૃદ્ધાવસ્થા - પહેલો વિચાર પછી આચાર - આ પાંચ પિતા સમાન - આ પાંચ માતા સમાન - કણકણમાં છે રામ |
પાંચમો અધ્યાય | અતિથિ દેવો ભવ - સોનું અને મનુષ્ય - સંકટ સમયે લડો - સહોદર ન હોય સરખાં - વૈરાગી - કોણ કોનો દ્વેષ કરે - સેનાપતિ વિના સૈન્યનો નાશ - જેવું શીલ તેવું કુળ - ધન, યોગ અને સ્ત્રીનું રક્ષણ - મૂર્ખ - દાન કરવાથી દરિદ્રતાનો નાશ - મોહ સૌથી મોટો શત્રુ - એકલા આવીએ છીએ અને એકલા જઈશું - સ્વર્ગ તુચ્છ સમાન - જુદાં જુદાં મિત્ર - આ ચાર વ્યર્થ - આત્મબળ સર્વશ્રેષ્ઠ - કામના - સત્ય - જીવન નાશવંત, ધર્મ સનાતન - ચાલાક કોણ? |
છઠ્ઠો અધ્યાય | કાન ખુલ્લા રાખો - કાગડો, કૂતરો અને પાપી ચંડાળ સમાન - કાંસુ, તાંબા અને સ્ત્રી કેવી રીતે પવિત્ર થાય? - ...તો રાજા પૂજાય અને સ્ત્રી નાશ પામે - જેવી બુદ્ધિ તેવા સાથીદારો - સમય બડા બલવાન છતી આંખે અંધ - કર્તા અને ભોક્તા માણસ પોતે - કોના પાપનું ફળ કોને ભોગવવું પડે? - કોણ કોનો શત્રુ? - કોને કેવી રીતે વશ થાય? - નઠારાં વાનાં ન હોય તે સારાં - દુષ્ટ રાજા અને મૂર્ખ શિષ્ય કાગડામાંથી પણ ગુણ ગ્રહણ કરો - સિંહ જેવી શક્તિ કેળવો - બગલાની જેમ ઇન્દ્રિયો વશ કરો કૂકડાની જેમ સમયસર જાગો - કાગડાની જેમ સાવધાન કહો - કૂતરાની જેમ વફાદાર બનો - ગર્દભ પાસેથી પરિશ્રમ અને સંતોષના પાઠ શીખો - ગુણોનું આચરણ કરનારાનો વિજય |
સાતમો અધ્યાય | આ પાંચ વાર્તા જાહેર ન કરો - વ્યવહારમાં શરમ-સંકોચ ન રાખો - સંતોષ સૌથી મોટું સુખ - પત્ની, ભોજન અને સંપત્તિમાં સંતોષ રાખો - બાજુએ ખસી જવામાં જ શ્રેય - સાતનો પગથી સ્પર્શ ન કરવો દુષ્ટ માણસથી દૂર રહો - દુષ્ટનો સંહાર કરો - દુષ્ટની પ્રસન્નતા - શત્રુને કેવી રીતે વશ કરવો? - રાજા, બ્રાહ્મણ અને સ્ત્રીનું બળ - બહુ સરળ ન બનો - હંસ જેવા સ્વાર્થી ન બનો - લક્ષ્મીનો સદુપયોગ કરો / કમાયેલું વાપરતા રહો - ધનનું મહત્ત્વ: ‘નાણે નાથાલાલ!’ - દૈવી પુરુષનાં લક્ષણો - દુષ્ટ જીવનાં લક્ષણો - સજ્જનોનો સંગ શ્રેષ્ઠ - કૂતરાની પૂંછડી જેવું જીવન - મોક્ષ મેળવવા શું કરવું? - શરીરમાં જ પરમાત્મા |
આઠમો અધ્યાય | મહાપુરુષોનું ધન માન-સન્માન: મોટા માણસ માનના ભૂખ્યા - સ્નાન અને દાન કોઈ પણ સમયે કરી શકાય: એ માટે કશો બાધ ન નડે - જેવું ભોજન તેવું સંતાન - ગુણવાનને જ ધન આપો - યવન સૌથી નીચ - સ્નાનનું મહત્ત્વ - પાણી અમૃત સમાન - વૃદ્ધાવસ્થામાં આ ત્રણ મૃત્યુ સમાન - શ્રદ્ધા-ભક્તિનું મૂળ તત્ત્વ - ભાવના સાથે ભક્તિ - ઈશ્વરનો વાસ - શાંતિ અને સંતોષ એટલે પરમ સુખ - ક્રોધ એટલે યમરાજ - શીલથી કુળ અને ગુણથી રૂપ શોભે - રૂપ અને કુળ ક્યારે નાશ પામે? - પતિવ્રતા સ્ત્રી અને સંતોષી બ્રાહ્મણ શુદ્ધ - કોનો ક્યારે નાશ? - વિદ્યાહીન કુળ નાશ પામે - વિદ્વાન સર્વત્ર પૂજનીય - મૂર્ખ મનુષ્ય પશુ સમાન - રાષ્ટ્રનો નાશ |
નવમો અધ્યાય | મોક્ષ માર્ગ - ચાડી ચુગલી ન કરવી - બ્રહ્માને સલાહ કોઈએ ન આપી? - મસ્તકનો મહિમા - સાચો વિદ્વાન - આ લોકોને સૂવા ન દો - આ સાત સૂતેલાં જ સારાં - નિર્બળ બ્રાહ્મણ - નપુંસક ક્રોધ - દંભ પણ ક્યારેક જરૂરી - મૂર્ખ શિરોમણિઓની દિનચર્યા - ઈશ્વરની સ્તુતિ - સોનું જેટલું તપે એટલું શુદ્ધ - ગુણ જ સાચું સૌંદર્ય |
દશમો અધ્યાય | વિદ્યારૂપી રત્ન - સમજી-વિચારી આગળ વધો - એશઆરામ કરવા છે કે વિદ્યા મેળવવી છે? - કવિ, સ્ત્રી અને કાગનું સામર્થ્ય - નસીબની બલિહારી - કોણ કોને દુશ્મન લાગે - પશુસમાન મનુષ્ય - ભેંસ આગળ ભાગવત ન વંચાય - શાસ્ત્રોનો શું વાંક? - દુર્જન દુષ્ટ જ રહે - આત્મગ્લાનિ મૃત્યુ સમાન સંબંધીઓનો આશરો ન લેવો - વિપ્ર વૃક્ષ અને સંધ્યા તેનું મૂળ - ઘર જ ત્રણે લોક સમાન - શોક ન કરવો - બુદ્ધિ એ જ બળ - જીવન હરિની લીલા છે - અન્ય ભાષાનું રસપાન - ઘી એટલે અમૃત - ઘી શક્તિવર્ધક |
અગિયારમો અધ્યાય | મનુષ્યના સ્વાભાવિક ગુણ - નાશ - અક્કલ બડી કે ભેંસ? - કળિયુગનો પ્રભાવ - યથા ગુણ તથા ફળ લીમડામાં મીઠાશ આવતી નથી - દુષ્ટને મુક્તિ મળતી નથી - અજ્ઞાનીને જ્ઞાન કેવું! - મૌન એક તપસ્યા વિદ્યાર્થીઓ આ આઠનો ત્યાગ કરો - ઋષિ સમાન બ્રાહ્મણ - દ્વિજ બ્રાહ્મણ - વૈશ્ય સમાન બ્રાહ્મણ બ્રાહ્મણનું કર્મ ન કરે તે બ્રાહ્મણ શાનો? - બિલાડા જેવો બ્રાહ્મણ - શૂદ્ર સમાન બ્રાહ્મણ - ચંડાળ - ભોજન અને ધનના દાનનો મહિમા |
બારમો અધ્યાય | ગૃહસ્થ ધર્મ - બ્રહ્મદાન - શાણા પુરુષોના વહેવારથી ટકે સંસાર - શિયાળ જેવા લોકો - ભાગ્યમાં લખેલું ભોગવવું પડે - સંગનો રંગ - સંત સમાગમ - ઝેરનો કીડો - ઝેરમાં જન્મે અને ઝેરમાં મરે - સ્મશાનવત્ ઘર - સંતનું કુટુંબ - ધર્મમય જીવન જીવો - શ્રી કૃષ્ણ: શરણં મમ - સત્ય દર્શન - ભક્તિ અને શ્રદ્ધા - રામ જ મોટું નામ - કોની પાસેથી શું શીખવું? - ખોટો ખર્ચ ન કરો - કીડીને કણ, હાથીને મણ - ઉત્તમ કાર્યો દુષ્ટતા ન છૂટે |
તેરમો અધ્યાય | ઉત્તમ જીવન - જો બીત ગઈ સો બાત ગઈ: આજનો આનંદ માણો - મધુર વાણી - મહાત્મા પુરુષ અતિ સ્નેહ દુ:ખનું મૂળ - લડે તે જીતે - યથા રાજા તથા પ્રજા - ધર્મ એટલે જીવન - અર્થ વિનાનું જીવન વામણાં લોક - વિચાર - બંધન કે મુક્તિ? - અભિમાન ઘટે તો પરમાત્મા મળે - સંતોષી નર સદા સુખી કર્મયોગ - કઢંગું કામ - સેવા કરો તો ફળ મળે - જેવું કર્મ તેવું ફળ - ગુરુમહિમા - ઉત્તમ પુરુષોનું કર્તવ્ય |
ચૌદમો અધ્યાય | ત્રણ રત્ન - જેવું વાવો તેવું લણો - જીવન એક જ વખત મળે છે - એકતા સાચી તાકાત ફેલાયા વગર રહેતાં નથી - વૈરાગ્ય ક્યારે આવે? - પાપ કરતાં પહેલાં વિચારો - અહંકાર ન કરો, નજીક શું - ધીમું ઝેર - ન દૂર, ન નજીક - આ છથી સાવધાન રહેવું - વ્યર્થ જીવન - નિંદા છોડો - વિદ્વાન વસ્તુ એક, દૃષ્ટિ અનેક - ગુપ્ત રાખવું - યોગ્ય સમયે વાત રજૂ કરો - આનો સંગ્રહ કરો - સજ્જન પુરુષોનો સંગ કરો |
પંદરમો અધ્યાય |
દયા જ ધર્મનું મૂળ - ગુરુનો મહિમા - દુર્જનોનો સંહાર કાં તો નવગજથી નમસ્કાર - ગંદો, ભુખાળવો અને આળસુ તો ઈશ્વર પણ ન ખપે - સંપત્તિ સાચી સાથીદાર - પરસેવાની કમાણી જ ટકે - સમરથકો નહીં દોષ - પ્રેમ અને ધર્મ - સાચું મૂલ્યાંકન - ધર્મ એટલે મર્મ - અતિથિ દેવો ભવ - આત્મજ્ઞાન એ જ સાચું - જ્ઞાન - બ્રાહ્મણને માન આપો - પારકું એ પારકું - ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે લક્ષ્મી નારાજ કેમ - પ્રેમનું બંધન દોહ્યલું - કુળવાન |
સોળમો અધ્યાય |
કુપુત્ર - સ્ત્રીચરિત્ર - મૂર્ખતા - મોહપાશથી દૂર રહો - વિનાશ કાળે વિપરીત બુદ્ધિ - મહાનતા - ગુણવંત જ આદર મેળવે - આત્મશ્લાઘા નિરર્થક - ગુણ-કળાને નિખારો - આશ્રયનો મહિમા - અયોગ્ય ધન - શ્રેષ્ઠ ધનસંપત્તિ - કાયમી અતૃપ્તિ અને અસંતોષ... - સાર્થક દાન - માગનાર સૌથી હલકો - અપમાન સૌથી મોટું દુ:ખ - મીઠાં વેણ - સજ્જનોની સંગત - ઉત્તમ કાર્યો - વિદ્યા અને ધનનો ઉપયોગ |
સત્તરમો અધ્યાય |
ગુરુ જ્ઞાન - જેવા સાથે તેવા - તપનો મહિમા: કશું જ અશક્ય નથી - આચરણ એક તપસ્યા - પ્રારબ્ધ ‘મજબૂરી કા નામ મહાત્મા’ - માતાથી મોટું કોઈ જ નહીં - દુર્જનની દુષ્ટતા - નિરર્થક ઉપવાસ - પતિ પરમેશ્વર - સૌંદર્ય - નારી શક્તિનાશક - પરોપકાર - ધર્મ વિનાનો મનુષ્ય પશુ સમાન - યથાશક્તિ દાન કરો - એમને પરાઈ પીડની જાણ નથી - મુજ વીતી તુજ વીતશે - ઉત્તમ ગુણ, ઓછા અવગુણ - સ્વર્ગ મોટું સુખ ક્યું? |
ચાણક્ય નીતિ ની મુખ્ય બાબતો
1. શીખવાનું મહત્વ
2. સારા નેતાના ગુણો
3. કુટનીતિ ની કળા
Chanakya Niti Book in Gujarati PDF
બુક | ચાણક્ય નીતિ |
લેખક | ચાણક્ય |
શૈલી | દર્શન (ફિલોસોફી) |
પ્રકાશન વર્ષ | ૩૦૦ વર્ષ પૂર્વે |
EISBN: | 978-93-5122-146-3 |
મુખ્ય વિષયો | નીતિશાસ્ત્ર, રાજકારણ, અર્થશાસ્ત્ર, વ્યક્તિગત વિકાસ |
Rating |
3.95/5 Goodreads |
બૂક વિષે ટુકમાં માહિતી |
આ પુસ્તક માં આચાર્ય ચાણક્યના ચતુરાઈ ભર્યા નિર્ણય અને દરેક મુશ્કેલીમાં સચોટ નિર્ણય લેવા માટે માર્ગદર્શન પૂરું પડે છે. |
PDF Pages | 157 |
PDF Size | 3.4 MB |